
ગાંધીનગર એસ.ઓ.જીની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ગાંધીનગર શહેર પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે એસ.ઓ.જી દ્વારા ટીમ બનાવી વિવિધ ગુનાઓમાં સપડાયેલા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે,
ગાંધીનગરના કલોલ પોલીસ મથકમાં નોંધાયેલા બનાવટી દસ્તાવેજ અને છેતરપિંડીના ગુનામાં ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપીને ગાંધીનગર એસ.ઓ.જીની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. ૨૦ વર્ષ પહેલાં આરોપીએ બનાવટી દસ્તાવેજ અને છેતરપિંડી ફરિયાદી સાથે કરી હતી . જે બાદ આ ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન ગાંધીનગર એસ.ઓ.જીની ટીમે આરોપીને અમદાવાદ રાણીપ ખાતેથી ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં બનાવટી દસ્તાવેજ અને છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને ગાંધીનગરની એસ.ઓ.જી પોલીસે દબોચી લીધો છે, પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી એ ૨૦ વર્ષ પહેલા બનાવટી દસ્તાવેજ અને છેતરપીંડી ફરિયાદી સાથે કરી હતી, સાથે જ પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી ફરાર થઈ ગયો હતો આરોપી અમદાવાદ રાણીપમાં હોવાની ગાંધીનગર એસ.ઓ.જીને બાતમી મળી હતી જે બાદ પોલીસે અમદાવાદ રાણીપથી આરોપીને ઝડપી ગાંધીનગર લાવી કાર્યવાહી હાથ ધરી છે. નાસ્તા ફરતા આરોપીને ગાંધીનગર એસ.ઓ.જીની ટીમે અમદાવાદ રાણીપથી ઝડપી પાડયો છે,પોલીસએ આપેલી માહિતિ અનુસાર આરોપી મૂળ રહેવાસી ઘર નં-૮ સદગુરુ દયાલ સોસાયટી, રાણીપ અમદાવાદનો વતની છે, આરોપી જશવંત ઉર્ફે જશુને અમદાવાદ રાણીપ ખાતેથી ઝડપી પાડ્યો છે.
ગાંધીનગર એસ.ઓ.જીના પીઆઈ શ્રી વી.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈશ્રી કે.બી ઝાલાના નેતૃત્વ હેઠળ એ.એસ.આઈ મહેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ,હે.કો હરદેવસિંહ દશરથસિંહ,કોન્સ્ટેબલ હિતેશકુમાર વિઠ્ઠલજી અને કોન્સ્ટેબલ વિજયસિંહ અજીતસિંહએ કામગીરી પુરી પડી હતી
જે બાદ આગળની કાર્યવાહી સારું કલોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.