અમદાવાદ ગુરુવાર,
વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને પિસ્તોલ સાથે ઝડપી પાડી એને રિવોલ્વર આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે
વાઘોડિયા રોડ પર નારાયણ સ્કૂલની ગલીમાં આવેલા નારાયણ સિટી કોમ્પલેક્ષ પાસે એક યુવક રિવોલ્વર સાથે ઉભો રહ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી અને શકમંદ યુવકોને તપાસતા એક યુવક પાસે કમરના ભાગેથી રિવોલ્વર મળી આવી હતી.પોલીસની તપાસમાં પકડાયેલા યુવકનું નામ મહેશ રાઘુભાઈ રાઠવા (હાલ રહે-એલ એન્ડ ટી સર્કલ પાસે કારેલીબાગ મૂળ રહે. મોટી કનશ ગામ, છોટાઉદેપુર) હોવાનું ખુલ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન આ રિવોલ્વર રાકેશ ગોપસિંગ રાઠવા (મોટી સઢલી ગામ, છોટાઉદેપુર) એ આપી હોવાની વિગતો ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇશ્રી આર.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફના માણસોએ પૂરું પડ્યું હતું.