ગાંધીનગર એલ.સી.બી. પોલીસે રાંદેસણ પ્રતીક મોલ રસ્તા ઉપરથી ૧ ઈસમને ચોરીની એક્ટીવા સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીનગરથી ચોરી કરેલી ૧ એક્ટીવા સાથે ૧ આરોપીઓને ગાંધીનગર એલ.સી.બી. પોલીસે ઝડપી ઇન્ફોસિટી પોલીસ મથકના ગુનાને ડિટેક્ટ કર્યો હતો.
પોલીસે ટીમો બનાવી નાકાબંધી કરી
ગાંધીનગર જિલ્લામાં વધતી જતી એક્ટીવા ચોરીની ઘટનાઓને રોકવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ રહી છે .ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરી સહીત વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી. તેવા સમયે ગાંધીનગરથી રાંદેસણ જતા રસ્તા ઉપરથી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીવાળી એક્ટીવા લઈને આવતા ચાલકને પોલીસે રોકવાનો ઈશારો કર્યો હતો.
પોલીસને જોઈ એક્ટીવા વળાવી ભાગ્યો પણ ઝડપાઈ ગયો
એક્ટીવા વાળીને ભાગવા જતા પોલીસે દોડી તેમને પકડી પાડ્યો હતો . તેની પાસે એક્ટીવાના આધાર પુરાવા માંગતા તે મળી ના આવતા પોલીસે ઈ ગુજ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા એક્ટીવા ગાંધીનગર ખાતેથી ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની સઘન પુછપરછ કરતા તેણે એક્ટીવા ચોરી હતી.
પકડાયેલ આરોપી સૌરભ ગિરિરાજ પુરોહિત રહે, મકાન નં-ડી ૧૨, વર્ધમાન નગર ફ્લેટ સીપી નગર પાસે ભુયંગદેવ ઘાટલોડિયા અમદાવાદ. ત્યાં એકલ ડોક્લ પડેલી એક્ટીવાની રેકી કરી આજુ બાજુમાં કોઈ જોવા ના મળતા સ્ટેરીંગ લોક તોડી અથવા તો માસ્ટર ચાવીથી લોક ખોલી એક્ટીવાની ઉઠાતરી કરી હતી. ત્યારે આ એક્ટીવા સાથે એલ.સી.બી. પોલીસે તેની અટકાયત કરી હતી.
આરોપીને ઇન્ફોસિટી પોલીસને સોંપાશે
ચોરીની એક્ટીવા સાથે આરોપીની અટકાયત કરી પોલીસે ઇન્ફોસિટી પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચોરી કરેલી એક્ટીવા ૯૦,૦૦૦ હાજર અને મોબાઈલ ફોન ૧૦૦૦૦૦ ના મુદ્દામાલનો કબ્જો મેળવી પોલીસે ૧ આરોપીને ઇન્ફોસિટી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
આ સફળ કામગીરીમાં એલસીબી-૨ ના પીઆઇશ્રી હાર્દિકભાઈ પરમાર,પીએસઆઇશ્રી કે.કે.પાટડીયા,પીએસઆઇશ્રી એન.બી.રાઠોડ,એએસઆઇ ઘનશ્યામસિંહ જીકુંજી,એએસઆઇ રામેશ્વર મનુભાઈ,હે.કો આશિષકુમાર ધીરુભાઈ જોડાયેલ હતા.