રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશી સુચના આપેલ હોય તેમજ ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ તથા ગોંડલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જી રાઠોડ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ આર.જે.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સશ્રી આર.આર.સોલંકી સ્ટાફ સાથે ભુણાવા ગામ વિસ્તારમાં નાઈટ રાત્રી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા તથા રણજીતભાઈ ધાંધલ નાઓને સયુંક્ત રાહે ખાનગી અને ચોક્કસ ભરોસાપાત્ર હકીકત મળેલ કે ભુ ભૂણાવા વિસ્તારમાં મામાદેવના મંદિરની આજુબાજુ છોટા હાથી રજીસ્ટર નંબર gj 03 ax 2098 વાળામાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ ભરી નિકલનાર હોય તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેડ કરતા અશોક લેલન કંપનીના છોટાહાથી જેનો રહીશ નંબર GJ 03 AX 2098 માંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ને ઇંગલિશ દારૂની કુલ બોટલો નંગ 1363 કિંમત રૂપિયા પાંચ લાખ 56,2 00 તથા છોટા હાથીની કિંમત રૂપિયા બે લાખ ગણી તથા બે મોબાઈલ મળેલ જેની કિંમત રું 20,000 એમ કુલ કિંમત રૂપિયા 7,76,200 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરતી ગોંડલ તાલુકા પોલીસ.
પકડાયેલ આરોપીઓના નામ અને સરનામા આ પ્રમાણે છે.
વિજય કિશોરભાઈ પરમાર જાતે કોળી ઉંમર વર્ષ 22 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે ગોંડલ સરકારી હોસ્પિટલ સામે આવેલ ખાડામાં નદીના કાંઠે મામાદેવના મંદિર પાસે ગોંડલ તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ પાર્થ ઉર્ફે ગુડ્ડુ ભીખાભાઈ ડાભી જાતે કોળી ઉંમર વર્ષ 24 ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે કપુરીયા ચોક પાસે બાપાસીતારામની મઢુલી આગળ ઘરઘંટીની બાજુમાં જડીબેન ભરવાડના ઘરની સામે ભાડાના મકાનમાં ગોંડલ તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ અને પકડવાના બાકી આરોપીઓના નામ અને સરનામા આ પ્રમાણે છે રાજુભાઈ ભીખાભાઈ પરમાર રહે ગોંડલ તથા ભાવેશભાઈ દુધરેજીયા બાવાજી રહે ગોંડલ
આરોપીઓ પાસેથી કબજે કરેલ તમામ મુદામાલ આ પ્રમાણે છે.
ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 1363 જેની કિંમત રૂપિયા 5,56,200 થાય. તથા અશોક લેલન કંપનીના છોટાહાથી જેનો રજીસ્ટર નંબર GJ 03 AX 2098 જેની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- થાય તથા બે મોબાઈલ જેની કિંમત રું 20,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 7,76,200/- નું મુદ્દામાલ કબજે કરેલ છે.
આ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ જેમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સશ્રી.આર.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સશ્રી.આર.આર.સોલંકી, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજરાજસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ચાવડા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ, કોન્સ્ટેબલ સંજયભાઈ મકવાણા, કોન્સ્ટેબલ રાજદેવસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ જયસુખભાઈ જીંજાળા, કોન્સ્ટેબલ ભગીરથભાઈ વાળા, કોન્સ્ટેબલ મુકેશભાઈ મકવાણા નાઓએ આ સફળ અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.