
વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલની સામે શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા પૂનમબેન નાગેન્દ્રભાઇ ચૌબે ગઈકાલે સવારે સાત વાગ્યે ઘરેથી ચાલતા ફૂલ ખરીદવા માટે નીકળ્યા હતા. પરિવાર ચાર રસ્તા પાસે ક્રિષ્ણા રેસ્ટોરન્ટ નજીક ફૂટપાથ પર એક મહિલા ફૂલનો પથારો કરીને બેઠા હતા. પૂનમબેન ફૂલ ખરીદતા હતા. તે સમયે સવિતા હોસ્પિટલ તરફથી એક બાઇક ચાલક એકદમ ધસી આવ્યો હતો. પૂનમબેનના ગળામાંથી સોનાનો દોરો તોડી બાઇક સવાર આરોપી સોમા તળાવ તરફ ભાગી ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા ત્યાં હાજર કેટલાક લોકોએ બાઇક ચાલકનો પીછો કર્યો હતો. પરંતુ, આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. લુટારુની આશરે ઉંમર ૨૧ થી ૨૬ વર્ષની હતી. તેણે શરીરે કાળા કલરનું પેન્ટ, શર્ટ અને માથે ટોપી પહેર્યા હતા. એક તોલા વજનનો દોરો તોડીને ફરાર થઇ જનાર બાઇક ચાલકની સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે.