Breaking
Thu. Nov 7th, 2024

પારૂલ યુનિ.ના વિદેશી વિદ્યાર્થીઓએ નશામાં કાળો કેર વર્તાવ્યાનો, 8થી વધુ લોકોને ફટકાર્યા

Spread the love

વડોદરા નજીકની પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિકો સાથે મારામારી કરી છે. વાઘોડિયા નિમેટા રોડની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 7 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ નિમેટા રોડ ઉપર મોડી રાત્રે આડશ મૂકીને ભારે આતંક મચાવ્યો હતો.

વાઘોડિયા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કુમેઠા ગામના રહેવાસી ગિરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, નિમેટા પાસે આવેલી એક સોસાયટીમાં ભાડેથી રહેતા અને વાઘોડિયા વિસ્તારની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 6થી 7 વિદ્યાર્થીઓએ રાત્રે નિમેટા સિકોતર માતાના મંદિર પાસે રસ્તા ઉપર આડશ મૂકીને ગરબા જોઈને પરત ફરી રહેલા ગામના યુવાનો અને યુવતીઓને રોકીને હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત આ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કાર સહિતનાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા આઠ જેટલા યુવાનોને ઇજા પહોંચી હતી. વિદેશી વિદ્યાર્થીઓ નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે વાઘોડિયા પોલીસ મથકના પી. આઇ. પી. આર. જાડેજાએ જણાવ્યું હતું કે, પારૂલ યુનિવર્સિટીમાં મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને નિમેટા પાસેની સોસાયટીમાં ભાડે રહેતા 7 જેટલા વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. દરમિયાન ત્યાંથી 7 થી 8 જેટલા ગ્રામજનો પસાર થઇ રહ્યા હતા. તે સમયે વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને પોલીસ મથકમાં લઇ આવી હતી. આ બનાવમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં એક પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આથી આ બનાવમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *