વડોદરામાં ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના બાદ વધુ એક સગીરા પર બળાત્કાર ગુજરવામાં આવ્યો છે. ધો. 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ ચાર મહિનામાં બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે મકરપુરામાં રહેતા બળાત્કારીને પકડી પાડ્યો હતો. યુવક વિદ્યાર્થિની સાથે ગરબા રમવા માટે દબાણ કરતો હતો.
વડોદરામાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર મકરપુરા ગામમાં રહેતા વાજીદશા દીવાન ( ઉં.વ.૧૯) સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. વાજીદશા દીવાન દ્વારા વિદ્યાર્થિનીને પોતાની સાથે પ્રેમસંબંધ બાંધવા માટે ધમકી આપવામાં આવતી હતી. વાજીદશા દીવાન તેની સ્કૂલ પર જઇને બળજબરીથી વાત કરવાનો પણ પ્રયાસ કરતો હતો. હાલમાં ચાલતી નવરાત્રિમાં પણ માંજલપુર વિસ્તારના ગરબા ગ્રાઉન્ડ પર વિદ્યાર્થિનીને મળવા માટે આરોપી બોલાવતો હતો. આરોપી દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર તેની સાથે ફોટા પણ પાડવા માટે દબાણ કરવામાં આવતું હતું. વાજીદશા દીવાનની આવી હરકતોથી વિદ્યાર્થિનીએ તેની સાથે સંબંધ તોડી નાંખવાનું નક્કી કર્યુ હતું. વાજીદશા દીવાનને જ્યારે વિદ્યાર્થિનીના ભાઇએ સમજાવવાની કોશિશ કરી ત્યારે તેણે એવી ધમકી આપી હતી કે, તારી બહેનના ૧૮ વર્ષ પૂરા થયા પછી તેને હું ઉઠાવી જઇશ. આ અગાઉ એક વખત એસ.આર.પી. ગ્રુપ નજીક રહેતા પોતાના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા મામલો માંજલપુર પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે તાત્કાલીક ગુનો દાખલ કરીને મકરપુરા વિસ્તારમાં ઇએસઆઇના હોસ્પિટલની બાજુમાં રહેતા વાજીદશા ઇદ્રીશશા દિવાન (મૂળ રહેવાસી . મિંયાગામ – કરજણ)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતી દ્વારા પોલીસમાં આપેલી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી વાજીદશા દીવાન હેરાન કરતો હતો. નહીં છેલ્લા કેટલાક વખતથી સંપર્કમાં આવ્યા બાદ આરોપી વાજીદશા દીવાને તેના મિત્રને ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.