Breaking
Sun. Feb 16th, 2025

ગૃહ રાજ્યમંત્રીના જિલ્લામાં સગીરા પીંખાઈ:અજાણ્યા શખસોએ સગીરાના મિત્રને માર મારી, નવરાત્રિમાં રાત્રિના સમયે સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

Spread the love

સુરતના માંગરોળના બોરસરાં ગામે અજાણ્યા શખસોએ સગીરાના મિત્રને માર મારી, નવરાત્રિમાં રાત્રિના સમયે સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ

રાજ્યમાં વડોદરા સામુહિક દુષ્કર્મની ઘટના હજુ ઠમી નથી તેવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંધવીના સુરત જિલ્લામાં નવરાત્રીના છઠ્ઠા નોરતાએ એક સગીરા અજાણ્યા નરાધમોની હવસનો શિકાર બની છે. આ ભેડયાઓ સગીરાઓને પીંખવાનું છોડતા નથી.

સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રીના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. બાદમાં નજીકમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે.

રાજ્યમાં હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. ત્યારે વડોદરાના ભાલિયાના યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના જિલ્લામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ આઇજી, સુરત જિલ્લા પોલીસ વડા,એલસીબી, એસઓજી અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ તપાસ માટે ડોગ સ્કોડની મદદ લેવાઇ છે. હાલ પીડિતાના પરિવારના નિવેદનો લેવાઈ રહ્યા છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *