અડાલજ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૪ ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેથાપુર પોલીસે ઝડપી લઈ અડાલજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
પેથાપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે સંયુક્ત ખાનગી રાહે હે,કોન્સ મહેન્દ્રસિંહ રામસિંહને બાતમી હકીકત મળી હતી કે, અડાલજ પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૨૧૬૦૦૧૨૪૦૪૮૩ /૨૦૨૪ બી.એન.એસ-૨૦૨૪ ની ક-૩૦૪(૨),મુજબના કામે નાસતો ફરતો આરોપી રહીમ ઉર્ફે ભૂરો મહમદ હુસેન જાતે,ખોખર રહે,પેથાપુર સંજરી ઓફિસની પાછળ છાપરા આગળ ઉભો છે. જે હકીકત આધારે પેથાપુર સંજરી ઓફિસની પાછળ છાપરા પાસે આવતા વર્ણન વાળો એક ઇસમ ઉભો હતો.
રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રહીમ મહમદ હુસેન જાતે,ખોખર હોવાનું જણાવતા સદર આરોપીને હસ્તગત કરી પોલીસ સ્ટેશને લાવી ઉપરોક્ત ગુના સંબંધે વેરીફાઇ કરી બી.એન.એસ.એસ. કલમ 35(1)જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારુ અડાલજ પોસ્ટે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.