ગાંધીનગર જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી, રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર નાઓએ અસરકાર પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ તેમજ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી. – ૧, પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.વાળા નાઓને ખાસ સૂચના કરેલ.જે સુચના આધારે ડી.બી.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. – ૧, ગાંધીનગર નાઓની ટીમના એસ.જે.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. વિજયકુમાર ભીખાભાઇ તથા અ.પો.કો. રાજવિરસિંહ અત્તરસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત આધારે ઝુંડાલ કેનાલ બ્રીજ થી અડાલજ કેનાલ બ્રીજ તરફ જતા કેનાલ રોડ ઉપરથી (૧) રાહુલસિંગ સ/ઓ ટકુસિંગ ગુંગરૂસિંગ ટાંક (સીકલીગર) ઉ.વ.૨૧ હાલ રહે. એચ.એમ. કોલોની, ચિન્નાસીંગ પ્રધાનસિંગ દુદાણીના મકાનમાં, કપડવંજ, તા.કપડવંજ જી.ખેડા મુળ રહે. સાંઇ દત્તનગર ઝુંપડ પટ્ટીમાં, ડોન્ગરી, જુદાણી માતાના મંદિરની પાછળ, વિરાર ઇસ્ટ, મહારાષ્ટ્ર તથા (૨) ધ્યાનસિંગ સ/ઓ ગીડ્ડાસિંગ પદ્દુસિંગ ટાંક (સીકલીગર) ઉ.વ.૨૯ હાલ રહે. ઇન્દીરાનગર સોસાયટી, ત્રિલોકસીંગ રણધીરસીંગ ભાદ્દાના મકાનમાં, સીટી ગોલ્ડ સીનેમાની સામે, સાબરમતી – મોટેરા રોડ, અમદાવાદ મુળ રહે. કાચા છાપરા, નાનકનગર, સીખવાડ, રેલ્વે સ્ટેશનની પાસે, મહેમદાબાદ, તા.મહેમદાબાદ જી.ખેડા વાળા પાસેથી મોબાઇલ ફોન નંગ – ૨ કિ.રૂા.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓ આચરેલાની કબુલાત કરેલ. જે બાબતે ખાત્રી કરતા નીચે મુજબના ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ થવા પામેલ છે.
ઘરફોડ તથા વાહન ચોરીના મળી કુલ – ૩ ગુન્હાઓ શોધાયા
ડીટેક્ટ થયેલ ગુનાઓઃ-
(૧) ઓઢવ પો.સ્ટે. ગુ.ર.નં – ૧૧૧૯૧૦૩૭૨૪૦૨૩૦/૨૦૨૪
ઇ.પી.કો. કલમ – ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
(૨) ઓઢવ પો.સ્ટે. ગુ.ર.નં – ૧૧૧૯૧૦૩૭૨૪૦૭૫૪/૨૦૨૪
ઇ.પી.કો. કલમ – ૩૭૯ મુજબ
(૩) ઓઢવ પો.સ્ટે. ગુ.ર.નં – ૧૧૧૯૧૦૩૭૨૪૦૭૬૯/૨૦૨૪
ઇ.પી.કો. કલમ – ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
આરોપીઓ કરેલ કબુલાતઃ-
(૧) આજથી આશરે ત્રણેક માસ અગાઉ અમદાવાદ શહેર, વસ્ત્રાલ ખાતે આવેલ સોપાન સૃષ્ટી વિભાગ – ૩ માં આવેલ બંધ મકાનનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી સોનાની કંઠી તેમજ રોકડા રૂા.૩૧,૦૦૦/- ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) રાહુલસિંગ સ/ઓ ટકુસિંગ ગુંગરૂસિંગ ટાંક (સીકલીગર) ઉ.વ.૨૧ હાલ રહે. એચ.એમ. કોલોની, ચિન્નાસીંગ પ્રધાનસિંગ દુદાણીના મકાનમાં, કપડવંજ, તા.કપડવંજ જી.ખેડા મુળ રહે. સાંઇ દત્તનગર ઝુંપડ પટ્ટીમાં, ડોન્ગરી, જુદાણી માતાના મંદિરની પાછળ, વિરાર ઇસ્ટ, મહારાષ્ટ્ર
(૨) ધ્યાનસિંગ સ/ઓ ગીડ્ડાસિંગ પદ્દુસિંગ ટાંક (સીકલીગર) ઉ.વ.૨૯ હાલ રહે. ઇન્દીરાનગર સોસાયટી, ત્રિલોકસીંગ રણધીરસીંગ ભાદ્દાના મકાનમાં, સીટી ગોલ્ડ સીનેમાની સામે, સાબરમતી – મોટેરા રોડ, અમદાવાદ મુળ રહે. કાચા છાપરા, નાનકનગર, સીખવાડ, રેલ્વે સ્ટેશનની પાસે, મહેમદાબાદ, તા.મહેમદાબાદ જી.ખેડા
પકડવાના બાકી આરોપીઓઃ-
(૧) ધીમેન્દ્રસિંગ ઉર્ફે લડ્ડુ શનિસીંગ
(૨) જગપાલસિંગ ઉર્ફે જગ્ગુસીંગ બઘાસીંગ
બંને રહે. ગુરૂદ્રારાની બાજુમાં ડેરામાં, પડતુર, જી.નાંદેડ, મહારાષ્ટ્ર
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) મોબાઇલ ફોન નંગ – ૨ કિ.રૂા.૧૫,૦૦૦/-
ગુન્હો કરવાની પધ્ધતિ (એમ.ઓ)
આ કામના આરોપીઓ ભેગા મળી રાત્રીના સમયે સોસાયટીમાં પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી કરી તે મોટર સાયકલ લઇ અલગ અલગ સોસાયટીમાં આવેલ બંધ મકાનના તાળા તોડી તેમાં સોના – ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત
(૧) શ્રી ડી.બી.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) શ્રી વી.એ.શાહ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૩) શ્રી એસ.જે.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૪) એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ
(૫) એ.એસ.આઇ. ભવાનસિંહ પૃથ્વીસિંહ
(૬) એ.એસ.આઇ. કેતનકુમાર રમણલાલ
(૭) અ.હે.કો. કિરપાલસિંહ વનરાજસિંહ
(૮) અ.હે.કો. વિજયકુમાર ભીખાભાઇ
(૯) અ.પો.કો. રાજવિરસિંહ અત્તરસિંહ