
નવરાત્રીના બીજા દિવસે એક સામુહિક દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી દીધો હતો.નવરાત્રી બીજા દિવસે વડોદરા ના ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બન્યા બાદ ચારેય તરફ એક જ ભણકાર વાગી રહ્યો હતો આરોપીઓ કોણ હશે? કેવા હશે અને ક્યાં ગાયબ થઈ ગયા છે? એવામાં આ ગેંગરેપ ની તપાસ ક્રાઈમ બ્રાન્ચ એસીપીશ્રી.એચ.એ.રાઠોડને સોંપવામાં આવી. ઘટના પર જઈને એચ એ રાઠોડ નિરીક્ષણ કર્યું અને એક મજબૂત ટીમ બનાવી જેમાં બે પીઆઇ આઠ પીએસઆઇ અને 55 પોલીસ કરમી મળીને કુલ 65 જેટલા પોલીસ કર્મીઓને આ ગુનોનો ભેદ ઉકેલવાનું બીડું ઝડપ્યું. કંઈ પણ કચાશ રાખ્યા વગર આરોપીઓ પાતાળમાં પણ ઘૂસી ગયા હોય તો પણ એમને શોધી કાઢો આવી એસીપી દ્વારા કડક સૂચના આપવામાં આવી
એવામાં શરૂઆત ત્યાંથી કરી જ્યાં ઘટના ઘટી હતી ત્યાંથી આ નરાધમાં સગીરાનો ફોન લઈને ગયા હતા. સગીરાની માતાએ તેના ફોન પર રાત્રે એક ફોન કરેલો અને તેની ઉપર ભૂલથી ત્રણ સેકન્ડ કોલ ચાલુ રહ્યો અને કટ થઇ ગયો. શરૂઆતનું એક પગથિયું અધિકારીઓને મળી ગયું હતું. એવામાં જિલ્લાની બધી એજન્સીઓ કામ કરી રહી હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું એ પણ આ તપાસમાં જોડાઈ હતી. એવામાં વડો દરા ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી થઈ, ક્રાઈમ બ્રાન્ચે 1100 સીસીટીવી તપાસ્યા અને એમાં એક એક કલ્યું મેળવ્યો , આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો અને દમ ડેટા થવું 4 લાખ મોબાઈલ નંબર તપાસ્યા અને અંતે પોપટિયાઓ એક બુલેટ પર જતા નજરે ચઢ્યા અને ત્યાંથી રાત્રે એક ચા ની કીટલી પર જઈને ચા ની ચૂસકી મારી તાંદલજા તરફ જતા માર્ગ પર કેદ થયા.
ક્રાઈમ બ્રાન્ચને સચોટ માહિતી નરાધમો સુધી પહોંચવા કડી મળી ગઇ હતી. એવામાં સૌથી પહેલા મુન્ના નું લોકેશન મળ્યું અને ઓર્ડર થયું કે મુન્નાભાઈને ઉઠાવો, સૌપ્રથમ મુન્નાભાઈ ને ઉઠાવીને એમબીબીએસ બનાવી દીધા. બીજો વારો આવ્યો મુમતાજ ઉર્ફે આફતાબ બનજારાનો બનજારા ભાઇના બણગા બોલાવી દીધા અને ત્રીજો વારો આવ્યો શાહરૂખ ઉર્ફે કિસ્મતઅલી બનજારા નો, કિસ્મત બનજારા પણ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ કિસ્મત ખોલી કાઢ્યા. આ ત્રણે નરાધમો પરપ્રાંતીય રહેવાસી છે. પોતે તેમની ફેમિલી સાથે તાંદલજા વિસ્તારમાં રહે છે. મુન્ના મોબાયેલે તેના સસરાએ ગીફ્ટમાં આપેલ બુલેટનો આ ગુનામાં ઉપયોગ કર્યો હતો. ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ એવી કાર્યવાહી કરી કે આ કૃત્ય કરતા પહેલા કોઈ પણ નરાધમ સૌ વાર વિચાર કરે, મુન્નાભાઈ ને એમબીબીએસ બનાવી દીધા, મુમતાજ એક ટાંટિયો રીપેર કરવો પડ્યો અને કિસ્મતઅલીને બરડા વાંકા કરી દીધાં.
હવે વિચાર કરશે આવા નરાધમો કે એકલી મળેલી દીકરીને મદદ કરવી કે હવસ સંતોષવી.