
પોલીસ કમિ,શ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા ઇ,સંયુક્ત પોલીસ કમિ,શ્રી લીના પાટીલ સાહેબ તથા નાયબ પો.કમિ, ઝોન-૨, શ્રી અભય સોની તથા મદદનીશ પો.કમિ,શ્રી એ.પી.રાઠવા સાહેબનાઓએ સૂચના આધારે
કી.રૂ – ૬૫૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો, ડિટેક્ટ કરી પ્રશસનીય કામગીરી કરેલ
વડોદરા શહેરમાંથી બાઈક ચોરીના બનાવને અંજામ આપનાર શખ્સનેરાવપુરા પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં ચોરીના બાઈક સાથે ઝડપી લીધો છે. જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી
આ બાબતે મળતી હકીકત મુજબ, વડોદરા શહેર અને જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાંઓ શોધી કાઢવા સારૂં વડોદરાજિલ્લા પોલીસ વડાની સૂચના આધારે વડોદરા રાવપુરા પોલીસ સ્ટેશનના ઈ.પીઆઈશ્રી બી.આર.ગૌડના સીધા માર્ગદર્શન હેઠળ હેડ.કોન્સ ગુલાબસિંહ, હેડ.કોન્સ જગમાલભાઇ,તથા હેડ.કોન્સ રણજીતસિંહ, હેડ.કોન્સ મનીષભાઈ તથા લો.ર. ધ્રુવરાજસિંહ વગેરે સ્ટાફના માણસો રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરા શહેર રાવપુરા પોલીસ મથકે નોંધાયેલા, ચોરીમાં ગયેલી બાઇક લઇને એક ઈસમ વડોદરા સીટી બાજુથી રાવપુરા તરફ આવવાનો છે. જે બાતમીના આધારે રાવપુરા પોલીસ ટીમે શહેરમાં વોચ રાખતા બાતમીવાળો ઈસમ ચોરીના બાઈક સાથે વડોદરા મુકામે આવતાં તેને આબાદ ઝડપી લઇ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
પકડાયેલો આરોપી
પકડાયેલો આરોપીનું નામ નરેશભાઈ કનુભાઈ હરિજન ઉ.વ,૩૦, રહે મ.નં,૨૧,બ્લોક નંબર ૬,મહાકાળી વુડાના મકાનમાં સયાજી ટાઉનશીપ રોડ, વડોદરા શહેર હોવાનું પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું.