
અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ને પૂરાં ભારત દેશમાંથી કેમ પ્રથમ સ્થાન ઉપર માનવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ.
અમદાવાદ શહેરના ઈમાનદાર મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ કમિશ્નર સાહેબશ્રી અને અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા ઈમાનદાર અને પ્રજા નાં રક્ષણ માટે પ્રજાલક્ષી રાત દિવસ એક કરીને મહેનત કરી રહેલ ડી.સી.પી અજિત રાજીયન સાહેબશ્રી નાં આદેશ મુજબ ડી.વાય.એસપી ભરતભાઈ પટેલ સાહેબશ્રી નાં માર્ગદર્શન હેઠળ પીઆઈ સિંધવ સાહેબશ્રી અને પીએસઆઇશ્રી જી.કે.ચાવડા સાહેબશ્રી અને ટીમ દ્વારા એક ફિલ્મ જેવી વર્ષો જૂના થયેલ મૌત નો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ અહમદાબાદ.
“શાહીબાગ પોલીસ સ્ટેશન માં જાણવા જોગ ના કામે ગુમથનાર નિલેષ કાળીદાસ પરમાર નાને ૨૦૨૦ ના માર્ચ મહીનામા આંબાવાડી પરીમલ ગાર્ડનની આજુબાજુમા આવેલ ક્રિષ્ણા ફ્લેટ ખાતેથી ભારતીબેન નામની મહીલા તથા પ્રવીણ દુબે તથા બીજા બે માણસોએ ભેગા મળીને રિક્ષામાં આ નિલેષ કાળીદાસ પરમારને બેભાન હાલતમા રિક્ષામાં નાખીને કોઇ જગ્યાએ લઇ ગયેલ ત્યારથી આ નિલેષ ગુમ થયેલ છે. “ વિગેરે હકીકત જણાવેલ હોય, જે બાબતે તપાસ કરવા ક્રીષ્ણા ફ્લેટ ખાતે, જતા આ ભારતીબેન નામના મહીલા અગાઉ પહેલા માળે રહે છે જે હકીકત આધારે મહીલા પોલીસ કોન્સટેબલ સાથે સ્પ્રીંગવેલી ટાવર જતા સિક્યુરીટી ફ્લેટ ખાતે જતાં ત્યાં ભારતીબેન નામની મહીલા હાજર મળી આવેલ હોય,
બહેનને આ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતેની જાણવા જોગ બાબતે ઉંડાણ પુર્વક પુછપરછ કરતા ભારતીબેન નાઓએ હકીકત જણાવેલ કે “સને ૨૦૧૮ માં તેઓને નુકશાન વધુ થયું હોય જેમા તેઓને રૂપીયા ૨૪ લાખ જેમા ફયૂચરમેકરમા રૂપીયા ૬ લાખ તથા ઓ-સારથી માં ૧૨ લાખ રૂપીયા તેમજ કલિકીંગમા રૂપીયા ૬ લાખ એમ કુલ ૨૪ લાખ દેવુ થઇ જતા તેઓએ તેમનુ સ્ત્રીધન ગોલ્ડ મુથુટ ફાઇનાન્સમા ગિરવે મુકી લોન લીધેલ હોય જેનુ દર મહીને વ્યાજ વધુ આવતુ હોય જેથી પોતાના ઓળખીતા પ્રવિણ દુબે કે જેઓને ઘણા વર્ષથી ઓળખતા હોય જેઓની સાથે મળીને ડીસેમ્બર ૨૦૧૯ મા સ્પ્રીંગવેલી એપાર્ટમેન્ટ માં બી બ્લોક માં ૧૦ માં માળે રહેતા રત્નાબેનના મકાનમા ચોરી કરી પોતાનુ દેવુ ચુકવવા સારૂ પ્લાન કરેલ હોય જે પ્રવીણ દુબે ને જાણ કરતા પ્રવીણ દુબે એ યોગેશ ઉર્ફે ભુરા નો સંપર્ક કરાવેલ જે યોગેશ ઉર્ફે ભુરા સાથે તેઓને અવાર નવાર વાત થતી હોય જે દરમ્યાનમા આ ભારતીબેન નાઓએ પોતાનુ મકાન બદલી ક્રીષ્ણા ફ્લેટ આંબાવાડી ખાતે રહેવા સારૂ જતા રહેલ હોય,ત્યાર બાદ આ ભારતીબેન તથા યોગેશ ઉર્ફે ભુરો અવાર નવાર ટેલીફોનીક સંપર્કમા રહેલ હોય, જે યોગેશ ઉર્ફે ભુરો તથા ભારતીબેન બન્ને ભારતીબેનની એક્ટીવા ઉપર પાલડી ભઠ્ઠા ખાતે રહેતા ભાવીનીબેન કોઠારી જેઓ રામજી મંદીરની સામે રહેતા હોય જેઓના સસરા ઘરે એકલા રહેતા હોય જેઓને ત્યા ચોરી કરવાનુ નક્કી કરેલ અને આ ચોરી કરવા સારૂ યોગેશ ઉર્ફે ભુરાએ કમલેશ સોલંકી નામનાં માણસ સાથે ભારતીબેનને સંપર્ક કરાવેલ જે કમલેશ સોલંકીએ આગળ ચોરી કરવા માટે તેના મિત્રો જીગર ઉર્ફે જીગો તથા નીલેશ પરમાર સાથે ઓળખાણ કરાવી હતી.અને ભારતીબેનના ઘરે મળી ચોરી કરવાનો પ્લાન બનાવેલ હોય જે પ્લાન પાર પાડવા સારૂ આ ભારતીબેન પ્રવીણભાઇ દુબે ને હોસ્પીટલમા રૂબરૂ મળી પ્લાનની હકીકત જણાવી પ્રવીણદુબે પાસે થી બેભાન કરવાની MIDAZ નામની કાચની ૨ ML બોટલ ઇન્જેકશન લઇ આવેલ હોય જે ઇન્જેશન આ ભારતીબેન નાઓએ પોતાના ઘરે રાખેલ હોય અને ગઇ તા: ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ નીલેશ પરમાર આ ભારતીબેન ના ક્રિષ્ણા ફ્લેટ ના સરનામે તેઓના ઘરે ગયેલ તે વખતે આ બેભાન કરવાનુ ઇન્જેકશન કામ કરે છે કે કેમ ? તે તપાસવા સારૂ પોતાના હાથ ઉપર પોતાની જાતે આ ઇન્જેશનનો ડોઝ લીધેલ બાદ તે ભાનમા ન આવતા આ ભારતીબેન નાઓએ પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરા ને ફોન કરી પોતાના ઘરે બોલાવીને હકીકતથી જાણ કરી આ વખતે પ્રવીણ દુબેએ આ નિલેશ પરમાર ને ચેક કરતા તે મરણ ગયેલ હોય જેથી ભારતીબેન નાઓએ સમાજમાં પોતાની બદનામી ન થાય તેમજ પોતાના ઘરનાં ઓને કે કોઇને ખબર ન પડે તે સારૂ આ મરણ ગયેલ નિલેશ પરમારની ડેડ બોડીને પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરો તથા તેનો મિત્ર રાકેશ કોષ્ટી જે રિક્ષા લઇ આવેલ હોય જેઓને આ મરણ ગયેલ નિલેશ પરમારની ડેડબોડીને કોઇ અવાવરૂ જગ્યાએ નાખી દેવા સારૂ નક્કી કરી આ મરણ ગયેલ નિલેશ પરમારની ડેડબોડીને અસલાલી પીરાણા રોડ ઉપર ખેતર પાસે ફેકી દિધેલ હોવાની હકીકત પોતાના નિવેદનમા જણાવેલ હતી.
તેમજ આ ભારતીબેન નાઓને પોતાના નિવેદનમાં જણાવેલ મુજબ પ્રવીણ દુબે તથા યોગેશ ઉર્ફે ભુરો તથા કમલેશ પરમાર તથા નીલેશ પરમાર નાઓના નામ સરનામા મેળવી તમામને શોધી કાઢેલ.
તમામે ભેગા મળી આ ચોરી કરવા સારૂનો પ્લાન બનાવેલ હતો. જે બાબતે અસલાલી પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા આ મરણજનાર નિલેશ કાળીદાસ પરમાર બાબતે અસલાલી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નં ૧૧/૨૦૨૦ સી.આર.પી.સી કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોત દાખલ થયેલ હોવાની હકીકત તપાસમા જણાઇ આવેલ હતી. જે અકસ્માત મોતના કામે મરણજનાર નો ફોટો તેમજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ જાણવા જોગના કામે ગુમથનાર નો ફોટો મેળવવામા આવેલ હોય જે બન્ને ફોટાઓને ભારતીબેન તેમજ પ્રવીણ દુબે તેમજ યોગેશ ઉર્ફે ભુરો તેમજ કમલેશ સોલંકી નાઓને બતાવતા આ બન્ને ફોટોઝમાં જણાવેલ વ્યક્તિ એક્જ હોય અને આ જે અકસ્માત મોતના કામે આ મરણજનાર છે તે નિલેશ પરમાર હોવાની ઓળખ તેઓએ કરેલ હતી.
આરોપીઓ (૧) ભારતીબેન (૨) પ્રવીણકુમાર ભરતકુમાર દુબે (૩) યોગેશ ઉર્ફે ભુરો નરેશભાઈ કોષ્ટી ઉ.વ.૨૮ (૪) કમલેશ જશવંતભાઈ સોલંકી ઉ.વ. ૩૦ (૫) રાકેશ રવિશંકર કોષ્ટી ઉ.વ.૩૯
આ તમામ તેમજ જીગર ઉર્ફે જીગો કે જે હાલમા શાહીબાગ પોલીસ સ્ટેશનમા મર્ડરના ગુનામા સાબરમતી જેલમા આશરે છ-સાત મહીનાથી કસ્ટડીમા છે.
જેઓએ ભેગા મળી અલગ અલગ સમયે ચોરી કરવાનો પ્લાન બનાવી પ્રવીણ દુબે પાસે થી બેભાન કરવાનુ MIDAZ ઇન્જેકશન નંબર ૦૧ નાઓએ પોતાના ઘરમા રાખેલ જેનો ઉપયોગ નિલેશ પરમાર નાઓએ પોતાની જાતે પોતાના હાથ ઉપર મ્રુત્યુ થવાનો સંભવ હોવાનુ જાણવા છતા ઇન્જેકશન લગાવેલ અને ત્યાર બાદ ભાનમા ન આવતાં તમામ આરોપીઓ એ ભેગા મળી મરણ ગયેલ નિલેશ પરમારની લાશને અસલાલી પીરાણા રોડ ખેતરમા ફેકી દઇ એકસંપ થઇ સમાન ઇરાદો પાર પાડવા સારૂ ગુનાહીત કાવત્રુ રચી પુરાવાનો નાશ કરેલ હોય જેઓએ આ ક્રુત્ય કરવા માં વાપરેલ ઓટો રિક્ષા જીજે-૦૧-બીવાય-૦૦૮૨ સાથે તેઓ વિરૂધ્ધમા યોગ્ય કાર્યવાહી થવા સારૂ તમામને શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે શોપવા તજવીજ કરેલ હોય.