Breaking
Fri. Jan 24th, 2025

સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રીના બીજા દિવસે રાક્ષસો સક્રિય,વડોદરામાં ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું

Spread the love

હવસખોરોની પોલીસ સ્ટાઇલમાં પૂછપરછ આપ યહાં ક્યાં કર રહે હો, પાપાકા નંબર દીજીએ ઔર કહાં રહેતો હો

રવિવાર વડોદરા

સંસ્કારી નગરી વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ગેંગરેપ બાદ નરાધમો 16 વર્ષીય સગીરા અને તેના મિત્રને ધમકાવી મોબાઇલ ઝૂંટવી લઇ ભાગી છૂટ્યાં હતા. તાલુકા પોલીસ મથકથી માત્ર બે જ કિમીના અંતરે આ ઘટના બની હતી. ઘટનાનાના પગલે દોડતી થયેલી પોલીસને ઘટનાના 24 કલાક થવા આવ્યા છતાં આ બળાત્કારીઓને પકડવાનું તો દૂર હજુ સુધી તેમની ઓળખ પણ કરી શકી નથી.

વડોદરાના ગોરવા રોડની સગીરા ઘરેથી ગરબા રમવા માટે નીકળ્યા બાદ રાત્રે 12 વાગ્યાના અરસામાં મિત્ર સાથે ભાયલીમાં અવાવરુ જગ્યા પર બેઠી હતી. જ્યાં બાઇક પર ધસી આવેલા 3 યુવકોએ દાદાગીરી કરી બંનેને ધમકાવી મિત્રને પકડી રાખ્યો અને 16 વર્ષીય સગીરા ઉપર ત્રણે તૂટી પડ્યા હતા અને લાંબા સમય સુધી ગેંગરેપ કર્યો હતો. બાદમાં ત્રિપુટી સગીરાનો મોબાઇલ લઈ ફરાર થઈ ગઈ હતી. બાદમાં સગીરા મિત્ર સાથે તાલુકા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં તેના પરિવારજનો પણ આવ્યા બાદ ઘટના અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. ગેંગ રેપની ઘટના અંગે જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિવિધ પોલીસ ટીમોને તપાસમાં જોતરી હતી. એક તરફ સવારના 5 વાગ્યા સુધી ગરબા રમાડવાના બણગાં વચ્ચે પોલીસની સુરક્ષામાં છીંડાં જોવા મળ્યાં હતાં. તાલુકા પોલીસ મથકથી 2 કિમીના અંતરે જ નરાધમોએ સગીરાને પીંખી નાખી હતી. 16 વર્ષીય કિશોરી બાળપણના મિત્રને રાતના 10-45 વાગ્યાના અરસામાં લક્ષ્મીપુરા પાસે રમાતા ગરબા પાસે મળી હતી. જ્યાંથી બંને જણાં મિત્રની સ્કૂટી પર ભાયલી ટીપી તરફ ગયા હતા. જ્યાં ભાયલી ગામથી ફાટક વચ્ચે સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી સોસાયટીની પાછળના ભાગે આવેલી જૈમિની સોસાયટી પાસેની અવાવરુ જગ્યા પર બંને બેઠાં હતાં. આ દરમિયાન એક બાઈક પર 2 જણા આવ્યા હતા. તેઓએ અભદ્ર ભાષામાં વાત કરીને કહ્યું હતું કે, તુમ યહાં ક્યા કર રહે હો? જેથી સગીરા અને મિત્રે, હમ અભી જા રહે હૈ તેવું કહ્યું હતું. ત્યારબાદ અન્ય ત્રણ જણાં પણ બાઈક પર આવ્યા હતા. તે પૈકી એક યુવકે કહ્યું હતું કે, તુમ લોગ ક્યા કરતે હો, તેરે પાપા કા નંબર દે, અભી યહા બુલાતે હૈ, કહીને એક યુવકે સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો. ત્યારબાદ ત્રિપુટીએ વારાફરતી મિત્રની સામે જ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. તે પછી સગીરા મિત્ર સાથે વડોદરા તાલુકા પોલીસ મથકે ગઇ હતી, જ્યાં પરિવારજનો આવી ગયા બાદ ફરિયાદ નોંધાવી હતી.

ભાયલી પાસે સૂમસામ રોડ પર રાત્રે બેસેલા યુવાન અને યુવતીને ટાર્ગેટ કરીને બે બાઇક પર પાંચ યુવાનો આવ્યા હતાં. એક બાઇક પર આવેલા બે યુવાનોને કશુ અજુગતું બનશે તેમ લાગતાં તેઓ બાઇક લઇને જવાની તૈયારી કરવા લાગ્યા  હતાં અને તેઓ ગુજરાતીમાં બોલતા હતા કે જવા દે..જવા દ.. તેમ કહી બંને પોતાની બાઇક લઇને નીકળી ગયા હતાં.

નવરાત્રી નહીં, લવરાત્રી બની ગઇ છે, અનુપમ સ્વામીનું વિવાદિત નિવેદન

ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે સસલુ રમતું મુકાય એમ ગરબા થાય છે,

કલોલ સ્વામિનારાયણ મંદિરના સંત અનુપમ સ્વામીના એક નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્વામીએ નવરાત્રી નહીં નાઈટ ફેશન શો સાથે તુલના કરી ને નવરાત્રી જાણે લવરાત્રી બની ગઈ છે એવું નિવેદન આપ્યું હતું તેમને પહેરવેશના નામે માત્ર અંગપ્રદર્શન થતું હોવાનું પણ કહ્યું હતું સ્વામીના નિવેદનની સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકોએ ટીકા પણ કરી હતી.

નવરાત્રી કે પછી નવરાત્રી? અરે ઓ ગુજરાતીઓ ,તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે તમને ખબર છે, કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં લવરાત્રી છે, લવરાત્રી ને કોઈ વળી એમ કહે છે કે નવ દિવસો ફૅશન શૉ છે ? તેથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા છે ? હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છુટાછેડા છૂટાછેડા. છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે ? કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે, ભૂખ્યા ભીડીયાઓ વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે છે, પહેરવેશના નામે ફક્ત અને ફક્ત માત્ર અંગપરદર્શન થાય છે.

ગરબા નહિ, પહેરવેશના નામે ફક્ત અને ફક્ત માત્ર અંગપરદર્શન શો થઇ છે

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *