Breaking
Thu. Nov 7th, 2024

નવરાત્રિ વચ્ચે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઇ

Spread the love

વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ છે. એરપોર્ટની સિક્યુરિટી એજન્સી,બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી.

આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *