Breaking
Fri. Jan 24th, 2025

યુવતીના ડાન્સ ટીચરે યુવતીના બોયફ્રેન્ડ અને તેના મિત્રને ચાકુના ઘા ઝીક્યા

Spread the love

વડોદરા શનિવાર

નિઝામપુરા વિસ્તારના ડાન્સ ક્લાસનો ટીચર તેને ત્યાં ડાન્સ શીખવા આવતી યુવતીને હેરાન પરેશાન કરતા તેની વિરુદ્ધ ગુનો દાખલ

નિઝામપુરા વિસ્તારના ડાન્સ ક્લાસનો ટીચર તેને ત્યાં ડાન્સ શીખવા આવતી યુવતીને પજવતો હોવાથી ટીચરને સમજાવવા માટે સાત થી આઠ મિત્રો સાથે ગયેલા યુવતીના બોય ફ્રેન્ડ અને તેના મિત્ર પર ડાન્સ ટીચરે ખૂની હુમલો કરતાં બંનેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

કારેલીબાગના સ્કેટિંગ રિંગ પાછળ સત્યમ સોસાયટીમાં રહેતા અને જીએસએફસી કોલેજમાં અભ્યાસ કરતા મંત્ર અમીને પોલીસને કહ્યું છે કે,મારી ગર્લફ્રેન્ડને હું અવારનવાર બાઇક પર લેવા અને મુકવા જતો હોઉં છું.ગઇકાલે હું મારા મિત્ર સુજોય વીરદી અને ગર્લફ્રેન્ડ ત્રણેય જણા એલવીપી પર ગરબા રમીને ડેરીડેન પર નાસ્તો કરી છૂટા પડયા હતા.

સવારે મારી ફ્રેન્ડના મિસ્ડ કોલ જોતાં મેં તેને ફોન કર્યો હતો.તેણે મને કહ્યું હતું કે,તે નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં રહેતા અને ડાન્સ પેલેસ નામના મકાનમાં ડાન્સ ક્લાસ ચલાવતા દિપેશ પરમાર પાસે ડાન્સ શીખવા જાય છે.પરંતુ છેલ્લા એક મહિનાથી દિપેશ ફ્રેન્ડશિપ માટે તેમજ મંત્ર સાથેની ફ્રેન્ડશિપની માહિતી માતા-પિતાને આપવાનું કહી પજવતો હોવાથી ડાન્સમાં જવાનંુ બંધ કર્યું છે.આમ છતાં તે મારો પીછો કરી અને ફોન કરીને હેરાન કરે છે.
મંત્ર અમીને કહ્યું છે કે,દિપેશ પરમારને સમજાવવા મેં ફોન કર્યો હતો.પરંતુ ફોન રિસિવ કર્યો નહતો.જેથી નિઝામપુરા ઇઇસી ખાતે મેં મારા મિત્રોને ભેગા કર્યા હતા અને કાર તેમજ બે સ્કૂટર લઇને દિપેશને રૃબરૃમાં સમજાવવા ગયા હતા.દિપેશ મકાન પર હાજર નહતો.જેથી ફોન કરતાં તેણે હમણાં આવું છું તેમ કહ્યું હતું.હું અને મારા મિત્રો કારમાં બેઠા હતા ત્યારે દિપેશ આવ્યો હતો અને ગાળો ભાંડી પેટ,માથે અને હાથે ચપ્પુના ઘા ઝીંક્યા હતા.સુદીપ વચ્ચે પડતાં તેને પણ ઘા ઝીંક્યા હતા.જેથી પોલીસે ભાગી ગયેલા દિપેશ સામે ગુનો નોંધ્યો છે.

નિઝામપુરાની અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવતા દિપેશ પરમારના ક્લાસની બહાર સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ખેલાયેલા ખૂની ખેલના બનાવમાં ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ સ્થળ તપાસ કરતાં ઘટનાના લાઇવ દ્શ્ય દર્શાવતા સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે.જેથી પોલીસે ફૂટેજ મેળવી દિપેશની તપાસ હાથ ધરી છે.

વડોદરા ગુરુવાર

નિઝામપુરા વિસ્તારના ડાન્સ ક્લાસનો ટીચર તેને ત્યાં ડાન્સ શીખવા આવતી યુવતીને હેરાન પરેશાન કરતા તેની વિરુદ્ધ ગુનો દાખલ

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *