ગાંધીનગરમાં સાયબલ સેલ દ્વારા સાયબર જાગૃતતા અનુસંધાને સાયબર સિક્યુરીટી વિષય ઉપર ગાંધીનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારોની શાળાઓમાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને સાયબર જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
દેશભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતાં પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાઈ છે. ત્યારે આવા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોને જાગૃત રહેવા અવાર નવાર અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે સાયબર જાગૃતતા અનુસંધાને ગાંધીનગર જિલ્લામાં સાયબર સેલ દ્વારા જાગૃતિ સેમિનારોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ગાંધીનગર સાયબર સેલ દ્વારા સાયબર સિક્યુરીટી વિષય ઉપર ગાંધીનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારોની સ્કૂલો જેવી કે,વેદ ઇન્ટરનેશનલ સ્કુલ, સરગાસણ તથા માણેકબા ક્રિશી વિદ્યાલય, અડાલજ તથા શ્રી જે.એમ.ચૌધરી ઇન્ગ્લીશ મિડીયમ સ્કુલ, સેક્ટર-૭, તથા મહાત્મા ગાંધી વિદ્યાલય, સેક્ટર-૧૬ તથા ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકામાં આવેલ હાજીપુર ગ્રામપંચાયત ખાતે ઇ.વાય.ઇન્ડીયા કંપનીના ઇશાન ગુપ્તા તથા હર્ષવર્ધન રાજ તથા ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલ ના એ.એસ.આઇ. જીગ્નેશ મોદી દ્વારા સેમીનારનું શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાળાના બાળકોને સાયબર સિક્યુરીટી વિષય ઉપર વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ શું છે ? ક્યાં ક્યાં પ્રકારના સાયબર ક્રાઈમ કરવામાં આવે છે ? સાયબર બુલીંગ અને સાયબર ગ્રુમીંગ શું છે ? સોશિયલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે શું સાવધાની રાખવી ? સાયબર સિક્યુરીટી અને સાયબર સેફ્ટી શું છે ? સાયબર ક્રાઈમથી બચવા માટે શું સાવધાની રાખવી ? સાયબર ક્રાઈમનો બનાવ બને તો ઓફલાઈન તેમજ ઓનલાઈન કેવી રીતે ફરિયાદ લખાવવી, ફરિયાદ લખાવતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે રાખવા આ તમામ મુદ્દાઓની વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.