અમદાવાદ : નિકોલમાં બે મિત્રો વચ્ચે રૂપિયાની લેતી-દેતીમાં ઝઘડો થયો હતો. જ્યારે યુવક મિત્રતા ન બગડે તે માટે સમાધાન કરાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે તેની અદાવત રાખીને મિત્રે છ શખ્સો સાથે મળીને યુવકનું અપહરણ કરીને માર મારીને ન્યૂડ વીડિયો ઉતારીને તે વાયરલ કરવાની ધમકી આપીને 10 ચેકોમાં કુલ રૂ. ૪૦ લાખની રકમ ભરાવી સહીઓ કરાવી લીધી હતી. તમામ યુવકને ઉતારીને નાસી ગયા હતા. આ અંગે યુવકે સાત શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ઉલ્લેખનીય છે કે યુવક કંટાળીને આપઘાત કરવા પણ ગયો હતો.
બોટાદમાં રહેતા 35 વર્ષીય યુવક ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેઓ અવારનવાર મંદિરોના સામાજિક પ્રસંગોમાં જતા આવતા હોવાથી તેમની મુલાકાત નિકોલના લાલજી સાવલિયા સાથે થઇ હતી. બાદમાં તેઓ અન્ય મિત્રો સાથે અવારનવાર મળતા અને ફરવા પણ જતા હતા. ત્યારબાદ લાલજીભાઇએ તેમના મિત્ર વર્તુળમાં એક મિત્રને ધંધા માટે રૂ. 20 લાખ આપ્યા હતા. પરંતુ મિત્રએ રૂપિયા પરત નહીં આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે લોકોની મિત્રતા ન બગડે તે માટે યુવકે વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું. જ્યારે તેની અદાવત રાખીને લાલજીએ તેના પુત્ર તરૂણ અને અન્ય મળતિયા જય કોટડિયા, જીગા અને અન્ય ત્રણ શખ્સો સાથે મળીને યુવકના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ લાલજીએ યુવકને ફોન કરીને નિકોલમાં આવેલ તેની ફેક્ટરીમાં બોલાવ્યો હતો. જ્યાં તમામે યુવકનું અપહરણ કરીને તેમને કારમાં બેસાડીને જુદી-જુદી જગ્યાઓ પર લઇ જઇને ઢોર માર માર્યો હતો. આટલું જ નહિ અશોકનો ન્યૂડ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપીને 10 ચેકોમાં રૂ. 40 લાખનીયુવકે કુલ સાત શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.