Breaking
Sun. Oct 13th, 2024

ડીઝલ લોકો કેર સેન્ટર સાબરમતી ખાતે સાયબર ક્રાઈમ જાગૃતતા પોગ્રામ યોજાયો

Spread the love

અમદાવાદમાં રેલ્વે વિભાગના સાબરમતી લોકોમોટીવ શેડના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા

આજરોજ તારીખ ૨૮/૦૯/૨૦૨૪ ના રોજ ડીઝલ લોકો કેર સેન્ટર સાબરમતી અમદાવાદ ખાતે રેલવે વિભાગ સાબરમતી લોકોમોટીવ શેડના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સાયબર ક્રાઈમથી અવગત થાય તેમજ કોઈ કર્મચારી સાયબર ક્રાઇમનો ભોગ બનેલ હોય તો તેનાથી કેવી રીતે બચવું કેવી રીતે સાવધાન રહેવું તેમજ સાયબર ક્રાઇમ ન થાય તે અંગે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. તેમજ ગુજરાત સાઇબર ક્રાઇમ સેલ ખાતે કાર્યરત ૧૯૩૦ યુનિટ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની જનજાગૃતતા ફેલાય તેમજ નાગરિકો સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબરનો સરળ રીતે ઉપયોગ કરી શકે છે તે અંગેની જાણકારી આપવા હેતુથી સાઇબર ક્રાઈમ અવેરનેસનું આયોજન કરવામાં આવ્યું.

જે કાર્યક્રમમાં રેલવે વિભાગના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓને સાઇબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના સાયબર પ્રમોટર અને રાષ્ટ્રીય સ્કાઉટ ગાઈડના ઓર્ગેનાઇઝિંગ કમિશનર તેમજ ડાયરેક્ટ તાલીમ સાયબર સિક્યુરિટી ફોર્સ શ્રીવિશાલ શાહ દ્વારા આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ડીઝલ શેડ સાબરમતી ના પદાધિકારીઓ (૧) શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી (૨) શ્રી લોહીત યાદવ, વિભાગીય મિકેનિકલ એન્જિનિયર, (ડી) સાબરમતી (૩) શ્રી ભુવન ચંદ્ર જોશી, આચાર્ય, ટ્રેકશન ટ્રેનિંગ સેન્ટર, સાબરમતી (૪) શ્રી કમલ કુમાર મીના મદદનીશ સામગ્રી વ્યવસ્થાપન (ડી) સાબરમતી તેમજ અન્ય અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ હાજર રહેલા હતા. સાથોસાથ રેલવે વિભાગમાં ચાલતી સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ ડિફેન્સ ના હોદ્દેદારો ઉપસ્થિત રહેલા હતા તેમજ રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડના સચિવ શ્રી સલીમભાઈ મોમીન તેમજ ગુજરાત રાજ્ય કારોબારી યુવરાજસિંહ પૂવાર નાઓ હાજર રહેલા હતા.

કાર્યક્રમના અંતે શ્રી અશોક કુમારનાઓએ જણાવેલ કે, ગુજરાત પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલા નવા અભિગમને તમામ રેલવેના સ્ટાફ વતી આવકારવામાં આવે છે તેમજ આવી પ્રવૃત્તિ વધુમાં વધુ થશે તો સાયબર ક્રાઇમને રોકવા રાજ્ય સક્ષમ રહેશે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *